બોધ વાર્તા ગુજરાતી - Short Small Moral Story In Gujarati

બોધ વાર્તા ગુજરાતી , Bodh Katha Gujarati- મમ્મીના ઘણાં સમજાવ્યા છતાં તેણે મમ્મીની એક વાત ન ગાંઠી, અંતે એક વાર તે તેના મિત્રો સાથે બહાર રમવા ગયો હતો,

બોધ વાર્તા ગુજરાતી , Bodh Katha Gujarati | Short Story In Gujarati With Moral 

બોધ વાર્તા ગુજરાતી , Bodh Katha Gujarati, Short Story In Gujarati With Moral

તક્ષ ત્રીજા ધોરણમાં ભણતો હતો. તે ભણવામાં ખૂબ જ હોશિયાર, સ્કૂલમાં ટીચર જે શીખવાડે તે સરળતાથી આવડી જાય. મમ્મીને ભણવા બાબતે ક્યારેય તક્ષને ટોકવો નહોતો પડ્યો. પણ તોફાનમાં તક્ષનો જોટો જડે તેમ નહોતો. હોમવર્ક પૂરું થાય એટલે તક્ષને કોઈ રોકી ન શકે, તોફાન કરવામાં પણ ભણવાની માફક પહેલો નંબર હતો. બહાર મિત્રો સાથે રમવા જાય એટલે રોજે કંઇક તો થયું જ હોય. લગભગ રોજ તેની મમ્મી પાસે કોઇ ને કોઇ ફરિયાદ આવે, તક્ષે આજે આમ કર્યું, તક્ષે આજે તેમ કર્યું. હવે તો તેની મમ્મી કંટાળી ગઇ હતી. તેણે તક્ષને બેસીને કેટલીયે વાર સમજાવ્યો કે બેટા, તોફાન ઓછાં કરી નાખ, નહીં તો તારા મિત્રો પણ તને છોડીને જતાં રહેશે, કોઈને તારી સાથે રમવું નહીં ગમે. પણ માને એ તક્ષ થોડો કહેવાય?

મમ્મીના ઘણાં સમજાવ્યા છતાં તેણે મમ્મીની એક વાત ન ગાંઠી, અંતે એક વાર તે તેના મિત્રો સાથે બહાર રમવા ગયો હતો, રમતાં રમતાં એક મિત્રનો દોડપકડમાં દાવ આવ્યો, દાવ આપતો મિત્ર બીજા છોકરાઓને જેવો પકડવા જતો કે તરત પાછળથી તક્ષ તેને ધક્કો મારતો, જેથી તે બીજા કોઇને પકડી ન શકે. શરૂઆતમાં તો તેણે તક્ષને આમ કરવાની ના કહી પણ તક્ષને બધું જ રમતમાં જતું હતું, તેણે સાંભળ્યું નહીં અને પોતાના તોફાન ચાલુ જ રાખ્યાં. એવામાં એકવાર વધારે જોરથી ધક્કો મરાઇ જતાં તે છોકરો પડી ગયો અને તેને વાગી ગયું. તેના માથામાંથી લોહી નીકળવા માંડયું હતું. આ જોઇને બીજાં મિત્રો તક્ષ અને તે છોકરાના સમ્મીને બોલાવી લાવ્યાં. તે છોકરાના મમ્મી તક્ષને ખૂબ ખીજાયા, એટલું જ નહીં તેમણે તક્ષના મમ્મીને પણ તેને નહીં સમજાવવા બાબતે ઠપકો આપ્યો. અને તે દિવસે સોસાયટીનાં બધાં જ છોકરાઓએ મળીને નક્કી કર્યું કે તક્ષ સાથે હવે કોઇએ નહીં રમવાનં.

આ નિર્ણયથી તક્ષને તકલીફ તો થઇ પણ વાંક પોતાનો હતો, અને જો આ અંગે મમ્મીને ફરિયાદ કરે તો મમ્મી વઢે એ બીકે તેણે કહ્યું કંઇ વાંધો નહીં. હું તો ઘરમાં જ રમીશ, મારે બહાર અમસ્તા રમવા નહોતું જ જવું. હવે ઘરમાં રહીને ભાઇએ વધારે તોફાન શરૂ કર્યાં. તેને સ્પાઇડરમેન ખૂબ ગમતો હતો, તેથી સોફા ઉપર પ્લેટફોર્મ ઉપર ચડી ચડીને સ્પાઇડરમેનની જેમ હાથ કરી કૂદકો મારતો. મમ્મી તેને ટોક્યા કરતી પણ મમ્મીનું સાંભળે કોણ? પપ્પાથી ડર લાગે એટલે પપ્પા હોય ત્યારે એવું ન કરે. એવામાં એક દિવસ પ્લેટફોર્મ ઉપરથી જંપ મારતી વખતે તે ખરાબ રીતે પડી ગયો અને પગમાં ફ્રેક્ચર આવી ગયું. ડોક્ટરે કહ્યું કે બે મહિના સુધી સહેજપણ હલવાનું નથી.

આખો દિવસ એક જ જગ્યાએ બેસી રહેવાનું ઉપરથી પગનો દુખાવો. તક્ષ માટે આ અઘરું હતું. તેણે રડતાં રડતાં મમ્મીને કહ્યું, મમ્મી કંઇક કરને, મારાથી આમ નથી બેસાતું અને બહુ દુખે છે. મમ્મીએ કહ્યું, બેટા હું હવે શું કરી શકું? હું કહેતી ત્યારે તું માનતો નહોતો. હવે તો કંઇ ન થાય. તે રાત્રે તક્ષ સુતો હતો ત્યારે અચાનક તેની બાજુમાં કોઇક આવીને બેઠું હોય તેમ લાગ્યું. તક્ષે આંખ ખોલી તો બાજુમાં સ્પાઇડરમેન હતો. તેણે તક્ષ સામે જોઇને હાઇ કહ્યું. તક્ષ એકદમ બેઠો થવા જતો હતો, પણ સ્પાઇડરમેને તેને પકડીને સુઇ રહેવાનો ઈશારો કર્યો. તક્ષે કહ્યું મને તમે બહુ જ ગમો છો સ્પાઇડરમેન. સ્પાઇડરમેન કહે હું જાણું છું, પણ મને એવા છોકરાઓ બિલકુલ ન ગમે જે ખૂબ તોફાન કરે, બધાંને મારે, મમ્મીનું કહ્યું ન માને. એના કરતાં તો મને બાજુવાળો રોહન બહુ ગમે. સ્પાઇડરમેનની વાત સાંભળી તક્ષ રડવા જેવો થઇ ગયો, તેણે કહ્યું એમ ના બોલશો. તો સ્પાઇડરમેને કહ્યું, સારું ચાલ નહીં બોલું, પણ તું મને પ્રોમિસ કર કે હવે તું સાજો થાય એટલે બિલકુલ તોફાન નહીં કરે, અને મમ્મીની દરેક વાત માનશે. તક્ષે પ્રોમિસ કર્યું, કે હા સ્પાઇડરમેન હું હવે તમે કહ્યું એમ જ કરીશ. સ્પાઇડરમેન ખુશ થઇ ગયો અને એણે તક્ષને પોતાનું નાનું ટોય ગિફ્ટ કર્યું અને ત્યાંથી જતો રહ્યો. તક્ષ તે દિવસથી ડાહ્યો થઇ ગયો છે.

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.